થાનગઢ

થાનગઢ કે થાન ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક ઔધોગિક તથા પૌરાણીક શહેર છે. થાનમાં નગરપાલિકા કાર્યરત છે.

ઇ.સ. ૨૦૧૩માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી છૂટો પાડીને થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો અને થાનગઢને તાલુકા મથક બનાવવામાં આવ્યું.

ધાર્મિક સ્થળો :

અહીંથી નજીકમાં આવેલ તરણેતર ખાતે વિશ્વ પ્રસિધ્ધ લોકમેળો ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠના દિવસોમાં ભરાય છે. પાંચમના દિવસે વહેલી સવારે ગંગાજીનુ આગમન કુંડમા થાય છે, તેવી લોકવાયકા છે. એક માન્યતા મુજબ તરણેતર ખાતે આવેલો કુંડ દ્રૌપદીના સ્વંયવર માટે માછલી વીંધવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે કુંડ છે. થાનની આજુબાજુના વિસ્તારને પાંચાળ પણ કહે છે. થાનગઢની ભૂમિ પર સર્પ કે નાગ પૂજા થાય છે. થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે નાગ દેવતા વાસુકી દાદાની પૂજા થાય છે. વાસુકી દાદા આ ગામના મુખ્ય દેવ ગણાય છે તથા આ વિસ્તાર વાસુકી દાદાના થાન તરીકે પણ જાણીતો છે.

જાણીતા વ્યક્તિઓ :

ગુજરાતના પ્રસિધ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું વતન થાન છે. પાણી પીતા નવ સિંહોની તસ્વીર ખેંચીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર વન્યજીવ છબીકાર[૨] સુલેમાન પટેલનું વતન થાનગઢ હતું.

 

ભૌગોલિક પરિસ્થિતિની માહિતી :

ભૌગોલિક પરિસ્થિતિ    -  20°50′40″N 70°28′54″E

શહેરની વસ્તી  -  (સને ૨૦૧૧ અંદાજીત વસ્તી) ૮,૨૨૬ કુટુંબો મળી ૪૨,૩૫૧ છે. જેમાં ૨૨,૧૨૭ પુરુષો અને ૨૦,૨૨૪ સ્ત્રીઓ છે

ખેતી / પાક    -  ઘઉં, જીરુ, વરિયાળી

 

શૈક્ષણિક માહિતી  - 

આ સંકુલમાં જુદી-જુદી સ્કુલો, જુદી-જુદી કોલેજો જેવી કે, બી.એડ., એમ.બી.એ, આર્ટસ એન્ડ સાયન્સ, હોમ સાયન્સ, કોમર્સ વિગેરે કોલેજો તેમજ આઈ.ટી.આઈ. આવેલ છે.

 

સરકારી કચેરીઓ :-

થાનગઢ નગરમાં નીચે મુજબની કચેરીઓ આવેલી છે

  • મુખ્ય સિવિલ જજ અને જયુડીશીયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટશ્રીની કચેરી
  • મામલતદારશ્રીની કચેરી,
  • સબ રજીસ્ટ્રાર કચેરી,
  • તાલુકા પંચાયત કચેરી,
  • પોલીસ સ્ટેશન,